તા 04 02 2023 ને શનિવારનાં રોજ ડો.સુભાષ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન, જુનાગઢ દ્વારા y 20 એટલે કે youth માટે એક panch prakalp અંતર્ગત એક ચર્ચા સભા નું આયોજન જુનાગઢ ની નજીક આવેલ
બોરદેવી સ્થળે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન G 20 નાં નોડલ ઓફિસર ડો. લતાકુમારી ડી. શર્મા
દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજની 40 બહેનોને 10 10 ની ચાર ટીમ બનાવી તેમાં વહેચવામાં આવી હતી.
ટીમ A ટીમ B ટીમ C અને
ટીમ D દરેક ટીમમાં એક ટીમ લીડર રાખવામાં આવ્યા હતા. 15
મિનિટ પ્રકૃતિ અને માનવ એ વિષય પર દરેક ટીમે ચર્ચા કરી હતી. કાર્યક્રમ ની શરૂઆતમાં
ડો. લતાબેન શર્માએ પ્રકૃતિ અને માનવ વિશે વિગતે સમજ આપી હતી. ત્યાર બાદ દરેક ટીમે
પોતાની રીતે અંદરો અંદર ચર્ચા કરી હતી. ચર્ચા ને અંતે દરેક ટીમ લીડરે પોતાની ટીમનાં
વિચારો પ્રસ્તુત કર્યા હતા. ત્યારબાદ આ બધા લીડરો દ્વારા થયેલ ચર્ચાને અંતે ખૂટતી
વિગતો ડો. લતાબેન શર્માએ સમજાવી હતી. પ્રકૃતિએ માનવને આપવાનું કામ કરે છે. તે આપે
જ છે. અને માનવ જ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે. તેમજ તેનો વ્યય કરે છે. ડો.
પંકજકુમાર બારૈયા સાહેબે પણ કુદરતી સંસાધનોની જાળવણી પર ભાર મૂક્યો હતો.
ડો.દીપકભાઈ ચાવડા એ કાર્યક્રમની આભારવિધિ કરી હતી