તા 01-04-2023 ના રોજ ડો.સુભાષ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન જુનાગઢ G 20 અંતર્ગત એક વક્તવ્ય નું આયોજન
કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે ડો.સુભાષ આર્ટસ,કોમર્સ અને હોમ સાયન્સ કોલેજ ના ઈતિહાસ વિષય ના અનુભવી પ્રાધ્યાપક ડો. પ્રદ્યુમનસિંહ
ખાચર સાહેબ હાજર રહ્યા હતા. તેમણે જુનાગઢના નવાબી ઈતિહાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમનું આયોજન ડો.દીપકકુમાર ચાવડાએ કર્યું
હતું અને મહેમાનશ્રીનું શાલ અને મોમેન્ટો આપી સન્માન શ્રીપરમાર સાહેબે કર્યું
હતું. આભાર વિધિ ડો.પંકજ બારૈયા સાહેબે કરી હતી. કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી
બહેન ચાવડા અર્ચનાબને કર્યું હતું. તજજ્ઞશ્રીએ ૨ કલાક સુધી જૂનાગઢ ના ઇતિહાસની
સુંદર રજૂઆત કરી વાતાવરણને હદયસ્પર્શી બનાવી દીધું હતું.