G - 20 અંતર્ગત
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
તારીખ – ૦૭/૦૩/૨૦૨૩
અમારી કોલેજ, ડો. સુભાષ
મહિલા કોલેજ ઓફ એજ્યુકેશનમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે.
આ વર્ષે 8 માર્ચ ના
રોજ હોળી હોવાથી, એક દિવસ
પહેલા એટલે 7 માર્ચ 2023 ના G - 20 અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની
ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આશાબેન શ્રીવાસ્તવ, ઉપાધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ મહાનગર પાલિકા ઉપસ્થિત રહ્યા હતા.
સવારે 10:30 કલાકે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સૌપ્રથમ
ડો. દિપક બી. ચાવડા સાહેબે મુખ્ય મહેમાનનું હાર્દિક સ્વાગત કર્યું હતું. અને
ત્યારબાદ ડો. લતાબેન ડી. શર્મા એ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત
કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન કોલેજની
વિદ્યાર્થીની પ્રીતિબેન મારુંએ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગોરખાની રિદ્ધિના
ગીતથી થઈ, ત્યારબાદ ભટ્ટી કૃષ્નાએ નીરજા ભાનોટનાં જીવન ઉપર ભાષણ આપ્યું હતું. ત્યારબાદ
પછી પીઠિયા આશાએ પોતાની સ્વરચિત કવિતાનું પઠન કર્યું. અંતમાં ઉસદરિયા નિશિતાએ સ્ત્રીની મહિમા સમજાવતું એક
ભાષણ આપ્યું. વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રસ્તુતિઓ પૂર્ણ થયા બાદ માનનીય અતિથિ આશાબેન
શ્રીવાસ્તવએ વક્તવ્ય આપ્યું. જેમાં દીકરીઓને જીવન કઈ
રીતે જીવવું જોઈએ, જીવનમાં આવતા પડકારોનો સામનો કેમ કરવો, આવી જીવન ઉપયોગી સમજ આપી. આ કાર્યક્રમમાં કોલેજની ચાર બહેનોને, પિઠીયા
આશાબેન, કોટડીયા બંસીબેન, સાકરીયા જાનવી અને મારૂ પ્રીતિબેન ને, GSET, CTET અને ગોલ્ડ મેડલ મેળવવા માટે તેઓનું
મહિલાઓના હસ્તે સન્માન કરાયું હતું.
મહિલા દિવસની ઉજવણી અંતર્ગત કોલેજની સાત
બહેનોએ એક થીમ
ડાન્સ રજૂ કર્યો
હતો. થીમ ડાન્સનો વિષય મહિલા ફક્ત કોઈ એક જ કાર્ય કરી
શકે એવી સમાજની જે માન્યતા છે તેને દૂર કરી મહિલા બધા જ ક્ષેત્રોમાં પારંગત છે તેવું દર્શાવવામાં આવ્યું હતું.
કોલેજની બહેન શ્રી સવડાર
મિતલે ઇન્દિરાગાંધી એક વડાપ્રધાન તરીકે, એ વિષય ઉપર એકપાત્રીય અભિનય કર્યો હતો.
કાર્યક્રમના અંતે ડો. લતાબેન ડી. શર્મા મેડમે મહેમાનનો આભાર વ્યક્ત કર્યો, અને આ રીતે
ડો. સુભાષ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશનનો G - 20 અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો
કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો.